Chha Dhala (Gujarati). Gatha: 7 (Dhal 5).

< Previous Page   Next Page >


Page 144 of 205
PDF/HTML Page 166 of 227

 

background image
૧૪૪ ][ છ ઢાળા
અન્વયાર્થ(જિય-તન) જીવ અને શરીર (જલ-પય
જ્યોં) પાણી અને દૂધની જેમ (મેલા) મળેલા છે (પૈ) તોપણ
(ભેલા) ભેગાં-એકરૂપ (નહિં) નથી, (ભિન્ન ભિન્ન) જુદાંજુદાં છે;
(તો) તો પછી (પ્રગટ) બહારમાં પ્રગટરૂપથી (જુદે) જુદાં દેખાય
ભાગીદાર થઈ શકતાં નથી, કેમકે તે બધાં પર પદાર્થ છે અને
તે જીવાદિ સર્વ પદાર્થ જીવને જ્ઞેયમાત્ર છે તેથી તેઓ કોઈપણ
જીવના ખરેખર સગાં-સંબંધી છે જ નહિ, છતાં અજ્ઞાની હવે
તેને પોતાના માની દુઃખી થાય છે.
સંસારમાં અને મોક્ષમાં આ જીવ એકલો જ છે એમ જાણી
સમ્યગ્દ્રષ્ટિ જીવ નિજ શુદ્ધ આત્મા સાથે જ પોતાનું સદાય
એકત્વ માની પોતાની નિશ્ચયપરિણતિ દ્વારા શુદ્ધ એકત્વની વૃદ્ધિ
કરે છે તે એકત્વ ભાવના છે. ૬.
અન્યત્વ ભાવના
જલ-પય જ્યોં જિય-તન મેલા, પૈ ભિન્ન ભિન્ન નહિં ભેલા;
તો પ્રગટ જુદે ધન-ધામા, ક્યોં હ્વૈ ઇક મિલિ સુત-રામા. ૭.