Chha Dhala (Gujarati). Gatha: 8 (Dhal 5).

< Previous Page   Next Page >


Page 145 of 205
PDF/HTML Page 167 of 227

 

background image
પાંચમી ઢાળ ][ ૧૪૫
છે એવા (ધન) લક્ષ્મી (ધામા) મકાન (સુત) પુત્ર અને (રામા)
સ્ત્રી વગેરે (મિલિ) મળીને (ઇક) એક (ક્યોં) કેમ (હ્વૈ) હોઈ શકે?
ભાવાર્થજેમ દૂધ અને પાણી એક આકાશ-ક્ષેત્રે મળેલા
છે પરંતુ પોતપોતાના ગુણ વગેરેની અપેક્ષાએ બન્ને તદ્દન જુદાં
જુદાં છે, તેમ આ જીવ અને શરીર પણ મળેલાં દેખાય છે
તોપણ તે બન્ને પોતપોતાના સ્વરૂપાદિની અપેક્ષાએ (સ્વદ્રવ્ય-
ક્ષેત્ર-કાળ-ભાવથી) તદ્દન જુદાં જુદાં છે-કદી એક થતાં નથી.
જીવ અને શરીર પણ જ્યાં જુદાં-જુદાં છે તો પછી પ્રગટ જુદાં
દેખાતાં એવાં ધન, મકાન, બાગ-બગીચા, પુત્ર-પુત્રી અને સ્ત્રી,
ગાડી, મોટર વગેરે પોતાની સાથે એક કેવી રીતે હોય? એટલે
કે પુત્ર, સ્ત્રી વગેરે કોઈપણ વસ્તુ પોતાની નથી. એમ સર્વ પર
પદાર્થો પોતાનાથી ભિન્ન જાણી, સ્વસન્મુખતાપૂર્વક સમ્યગ્દ્રષ્ટિ
જીવ વીતરાગતાની વૃદ્ધિ કરે છે, તે અન્યત્વ ભાવના છે. ૭.
અશુચિ ભાવના
પલ રુધિર રાધ મલ થૈલી, કીકસ વસાદિતૈં મૈલી;
નવ દ્વાર બહૈં ઘિનકારી, અસ દેહ કરૈ કિમ યારી? ૮.
અન્વયાર્થજે (પલ) માંસ (રુધિર) લોહી (રાધ) પરુ
અને (મલ) વિષ્ટાની (થૈલી) કોથળી છે, (કીકસ) હાડકાં
(વસાદિતૈં) ચરબી વગેરેથી (મૈલી) અપવિત્ર છે અને જેમાં
(ઘિનકારી) ઘૃણા-ગ્લાનિ ઉત્પન્ન કરવાવાળાં (નવ દ્વાર) નવ
દરવાજા (બહૈં) વહે છે (અસ) એવા (દેહ) શરીરમાં (યારી) પ્રેમ-
રાગ (કિમ) કેમ (કરૈ) કરાય?