Chha Dhala (Gujarati).

< Previous Page   Next Page >


Page 146 of 205
PDF/HTML Page 168 of 227

 

background image
૧૪૬ ][ છ ઢાળા
ભાવાર્થઆ શરીર તો માંસ લોહી, પરુ, વિષ્ટા,
વગેરેની કોથળી છે અને હાડકાં, ચરબી વગેરેથી ભરેલ હોવાથી
અપવિત્ર છે; તથા નવ દ્વારોથી મેલને બહાર કાઢે છે, એવા
શરીરમાં મોહ-રાગ કેમ કરાય? આ શરીર ઉપરથી તો માખની
પાંખ જેવી પાતળી ચામડીથી મઢેલું છે તેથી તે બહારથી સુંદર
લાગે છે, પણ જો તેની અંદરની હાલતનો વિચાર કરવામાં આવે
તો તેમાં અપવિત્ર વસ્તુઓ ભરી છે. તેથી તેમાં મમતા-અહંકાર
કે રાગ કરવો નકામો છે.
અહીં શરીરને મલિન બતાવવાનો આશયભેદજ્ઞાન દ્વારા
શરીરના સ્વરૂપનું જ્ઞાન કરાવી, નિજ પવિત્રપદમાં રુચિ
કરાવવાનો છે, પણ શરીર પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરાવવાનો નથી.
શરીર તેના સ્વભાવથી જ અશુચિમય છે તો આ ભગવાન
આત્મા નિજસ્વભાવથી જ શુદ્ધ અને સદા શુચિમય-પવિત્ર ચૈતન્ય
પદાર્થ છે. તેથી સમ્યગ્દ્રષ્ટિ જીવ પોતાના શુદ્ધ આત્માની
સન્મુખતા વડે પોતાના પર્યાયમાં શુચિપણાની (પવિત્રતાની) વૃદ્ધિ
કરે છે તે અશુચિ ભાવના છે. ૮.