પાંચમી ઢાળ ][ ૧૪૭
૭ – આuાવ ભાવના
જો યોગનકી ચપલાઈ, તાતૈં હ્વૈ આસ્રવ ભાઈ;
આસ્રવ દુખકાર ઘનેરે; બુધિવંત તિન્હૈ નિરવેરે. ૯.
અન્વયાર્થઃ — (ભાઈ) હે ભવ્ય જીવ! (યોગનકી) યોગની
(જો) જે (ચપલાઈ) ચંચળતા છે (તાતૈં) તેનાથી (આસ્રવ) આસ્રવ
(હ્વૈ) થાય છે, અને (આસ્રવ) તે આસ્રવ (ઘનેરે) ઘણું (દુખકાર)
દુઃખ કરનાર છે; માટે (બુધિવંત) સમજદાર (તિન્હૈ) તેને
(નિરવેરે) દૂર કરે!
ભાવાર્થઃ — વિકારી શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા
જીવમાં થાય છે તે ભાવઆસ્રવ છે, અને તે સમયે નવીન
કર્મયોગ્ય રજકણોનું સ્વયં-સ્વતઃ આવવું (આત્માની સાથે
એકક્ષેત્રમાં આગમન થવું) તે દ્રવ્યાસ્રવ છે. [અને તેમાં જીવના
અશુદ્ધ પર્યાય નિમિત્તમાત્ર છે.]
પુણ્ય – પાપ બેય આસ્રવ અને બંધના ભેદ છે.
પુણ્યઃ — દયા, દાન, ભક્તિ, પૂજા, વ્રત વગેરે શુભભાવ