૧૬૦ ][ છ ઢાળા
સ્વભાવમાં સ્થિર રહેનાર મહાવ્રતના ધારક દિગમ્બર
મુનિ તે નિશ્ચયથી સકલવ્રતી છે.
અંતર-પ્રદર્શન
૧. અનુપ્રેક્ષા અને ભાવના તે પર્યાયવાચક શબ્દો છે, તેમાં કાંઈ
તફાવત નથી.
૨. ધર્મભાવનામાં તો વારંવાર વિચારની મુખ્યતા છે અને
ધર્મમાં નિજગુણોમાં સ્થિર થવાની પ્રધાનતા છે.
૩. વ્યવહાર-સકલવ્રતમાં તો પાપોનો સર્વદેશ ત્યાગ કરવામાં
આવે છે અને વ્યવહાર અણુવ્રતમાં તેનો એકદેશ ત્યાગ
કરવામાં આવે છે; એટલો એ બન્નેમાં તફાવત છે.
પાંચમી ઢાળની પ્રશ્નાવલી
૧. અનિત્ય ભાવના, અન્યત્વ ભાવના, અવિપાક નિર્જરા,
અકામ નિર્જરા, અશરણ ભાવના, અશુચિ ભાવના, આસ્રવ
ભાવના, એકત્વ ભાવના, ધર્મ ભાવના, નિશ્ચય ધર્મ,
બોધિદુર્લભભાવના, લોક, લોકભાવના, સંવર ભાવના,
સકામ નિર્જરા, સવિપાક નિર્જરા વગેરેનાં લક્ષણ સમજાવો.
૨. સકલવ્રતમાં અને વિકલવ્રતમાં, અનુપ્રેક્ષામાં અને ભાવનામાં,
ધર્મમાં અને ધર્મદ્રવ્યમાં, ધર્મમાં અને ધર્મ ભાવનામાં તથા
એકત્વભાવના અને અન્યત્વભાવનામાં તફાવત બતાવો.
૩. અનુપ્રેક્ષા, અનિત્યતા, અન્યત્વ અને અશરણપણાનું સ્વરૂપ
દ્રષ્ટાંત સહિત બતાવો.