રાગાદિ ભાવ નિવારતૈં, હિંસા ન ભાવિત અવતરી;
જિનકે ન લેશ મૃષા ન જલ, મૃણ હૂ વિના દીયો ગહૈં,
અઠદશસહસવિધ શીલધર, ચિદ્બ્રહ્મમેં નિત રમિ રહૈં. ૧.
કરવાના ભાવથી (સબ વિધ) સર્વ પ્રકારની (દરવહિંસા) દ્રવ્યહિંસા
(ટરી) દૂર થઈ જાય છે, અને (રાગાદિ ભાવ) રાગ-દ્વેષ, કામ,
ક્રોધ, માન, માયા, લોભ વગેરેના ભાવોને (નિવારતૈં) દૂર
કરવાથી (ભાવિત હિંસા) ભાવહિંસા પણ (ન અવતરી) થતી
નથી. (જિનકે) તે મુનિઓને (લેશ) જરા પણ (મૃષા) જૂઠું (ન)
હોતું નથી, (જલ) પાણી અને (મૃણ) માટી (હૂ) પણ (વિના
દીયો) દીધા વગર (ન ગહૈં) ગ્રહણ કરતા નથી, તથા
(અઠદશસહસ) અઢાર હજાર (વિધ) પ્રકારના (શીલ) શિયળને-
બ્રહ્મચર્યને (ધર) ધારણ કરી (નિત) હંમેશાં (ચિદ્બ્રહ્મમેં)
ચૈતન્યસ્વરૂપ આત્મામાં (રમિ રહૈં) લીન રહે છે.