નિર્વિકલ્પ ધ્યાનદશારૂપ સાતમું ગુણસ્થાન વારંવાર આવે જ છે.
છઠ્ઠા ગુણસ્થાનના કાળે તેમને પાંચ મહાવ્રત, નગ્નતા, સમિતિ
વગેરે ૨૮ મૂલગુણના શુભભાવ હોય છે પણ તેને તેઓ ધર્મ
માનતા નથી. તથા તે કાળે પણ તેમને ત્રણ કષાય-ચોકડીના
અભાવરૂપ શુદ્ધ પરિણતિ નિરન્તર વર્તે જ છે.