Chha Dhala (Gujarati). Gatha: 2 (Dhal 6).

< Previous Page   Next Page >


Page 164 of 205
PDF/HTML Page 186 of 227

 

background image
૧૬૪ ][ છ ઢાળા
કાય)ના જીવોનો ઘાત કરવો તે દ્રવ્યહિંસા છે અને રાગ-દ્વેષ, કામ,
ક્રોધ, માન ઇત્યાદિ ભાવોની ઉત્પત્તિ થવી તે ભાવહિંસા છે.
વીતરાગી મુનિ (સાધુ) આ બે પ્રકારની હિંસા કરતા નથી, તેથી
તેમને (૧)
*અહિંસા-મહાવ્રત હોય છે. સ્થૂળ કે સૂક્ષ્મ એ બન્ને
પ્રકારનું જૂઠું બોલતા નથી તેથી તેને (૨) સત્ય-મહાવ્રત હોય છે,
અને બીજી કોઈ વસ્તુની તો વાત જ શું, પરંતુ માટી અને પાણી
પણ દીધા વગર ગ્રહણ કરતા નથી તેથી તેમને (૩)
અચૌર્યમહાવ્રત હોય છે. શિયળના અઢાર હજાર ભેદોનું સદા
પાલન કરે છે અને ચૈતન્યરૂપ આત્મસ્વરૂપમાં લીન રહે છે તેથી
તેને (૪) બ્રહ્મચર્ય (આત્મસ્થિરતારૂપ) મહાવ્રત હોય છે. ૧.
પરિગ્રહત્યાગ મહાવ્રત, £ર્યાસમિતિ+ અને ભાષાસમિતિ
અંતર ચતુર્દસ ભેદ બાહિર, સંગ દસધાતૈં ટલૈં,
પરમાદ તજિ ચૌકર મહી લખિ, સમિતિ ઇર્યાતૈં ચલૈં;
જગ-સુહિતકર સબ અહિતહર, શ્રુતિ સુખદ સબ સંશય હરૈં,
ભ્રમરોગ-હર જિનકે વચન, મુખચન્દ્રતૈં અમૃત ઝરૈં. ૨.
અન્વયાર્થ[તે વીતરાગી દિગમ્બર જૈન મુનિ] (ચતુર્દસ
* નોંધઅહીં વાક્યો બદલવાથી અનુક્રમે મહાવ્રતોનું લક્ષણ બને છે.
જેમકે, બન્ને પ્રકારની હિંસા ન કરવી તે અહિંસા-મહાવ્રત છે એ વગેરે.
+ અદત્ત વસ્તુઓનું પ્રમાદથી ગ્રહણ કરવું તે જ ચોરી કહેવાય છે, તેથી પ્રમાદ
ન હોવા છતાં મુનિરાજ નદી અને ઝરણા વગેરેનું પ્રાસુક થઈ ગયેલ પાણી,
ભસ્મ (રાખ) તથા પોતાની મેળે પડી ગયેલાં પ્રાસુક સેમરના ફળ અને
તુમ્બીફળ વગેરેનું ગ્રહણ કરી શકે છે એમ શ્લોકવર્તિકાલંકારનો અભિમત
છે. પૃ. ૪૬૩.