(બાહિર) બહિરંગ (સંગ) પરિગ્રહથી (ટલૈં) રહિત હોય છે.
(પરમાદ) પ્રમાદ-અસાવધાની (તજિ) છોડી દઈને (ચૌકર) ચાર
હાથ (મહી) જમીન (લખિ) જોઈને (ઇર્યા) ઇર્યા (સમિતિ તૈં)
સમિતિથી (ચલૈ) ચાલે છે, અને (જિનકે) જે મુનિરાજોના
(મુખચન્દ્રતૈં) મુખરૂપી ચંદ્રથી (જગ સુહિતકર) જગતનું સાચું હિત
કરવાવાળાં અને (સબ અહિતહર) બધા અહિતનો નાશ કરવાવાળાં
(શ્રુતિ સુખદ) સાંભળતાં પ્રિય લાગે એવાં, (સબ સંશય) બધાં
સંદેહોનો (હરૈં) નાશ કરે એવાં અને (ભ્રમરોગ-હર) મિથ્યાત્વરૂપી
રોગને હરનાર (વચન અમૃત) વચનોરૂપી અમૃત (ઝરૈં) ઝરે છે.
પરિગ્રહત્યાગ મહાવ્રત હોય છે. દિવસના ભાગમાં સાવધાની પૂર્વક
આગળની ચાર હાથ જમીન જોઈને ચાલવાનો વિકલ્પ ઊઠે તે પહેલી
ઇર્યા સમિતિ છે. તથા જેમ ચંદ્રમાંથી અમૃત ઝરે છે તેમ તે મુનિના
મુખચંદ્રથી જગતનું હિત કરવાવાળા, બધાં અહિતનો નાશ