૧૬૬ ][ છ ઢાળા
કરવાવાળા, સાંભળતાં સુખ આપનારા, સર્વ પ્રકારની શંકાઓને
દૂર કરનારા અને મિથ્યાત્વ (વિપરીતતા કે સંદેહ) રૂપી રોગનો
નાશ કરનાર એવા અમૃત વચનો નીકળે છે. એ પ્રમાણે સમિતિરૂપ
બોલવાનો વિકલ્પ મુનિને ઊઠે છે તે બીજી ભાષા સમિતિ છે.
નોંધઃ — ઉપર ભાવાર્થમાં વાક્ય બદલાવાથી ક્રમે કરીને પરિગ્રહત્યાગ
મહાવ્રત તથા ઇર્યાસમિતિ અને ભાષાસમિતિનું લક્ષણ થઈ શકે.
પ્રશ્નઃ — સાચી સમિતિ કોને કહે છે?
ઉત્તરઃ — પર જીવોની રક્ષા અર્થે યત્નાચાર પ્રવૃત્તિને
અજ્ઞાની જીવ સમિતિ માને છે, પણ હિંસાના પરિણામોથી તો
પાપબંધ થાય છે. જો રક્ષાના પરિણામોથી સંવર કહેશો તો
પુણ્યબંધનું કારણ શું ઠરશે?
વળી મુનિ એષણા સમિતિમાં દોષ ટાળે છે ત્યાં રક્ષાનું
પ્રયોજન નથી, માટે રક્ષાને અર્થે જ સમિતિ નથી. તો સમિતિ કેવી
રીતે હોય? મુનિને કિંચિત્ રાગ થતાં ગમનાદિ ક્રિયા થાય છે,
ત્યાં તે ક્રિયાઓમાં અતિ આસક્તિના અભાવથી પ્રમાદરૂપ પ્રવૃત્તિ
થતી નથી, તથા બીજા જીવોને દુઃખી કરી પોતાનું ગમનાદિ
પ્રયોજન સાધતા નથી; તેથી તેમનાથી સ્વયં દયા પળાય છે. – એ
પ્રમાણે સાચી સમિતિ છે.* (મોક્ષમાર્ગ પ્ર૦ પૃ.-૨૩૨)
એષણા, આદાન-નિક્ષેપણ અને પ્રતિÌાપન સમિતિ
છ્યાલીસ દોષ વિના સુકુલ, શ્રાવકતનેં ઘર અશનકો,
લૈં તપ બઢાવન હેતુ, નહિં તન પોષતે તજિ રસનકો;
*ઇર્યા ભાષા એષણા, પુનિ ક્ષેપણ આદાન;
પ્રતિષ્ઠાપના જુત ક્રિયા; પાંચોં સમિતિ વિધાન.