બોલે છે, (જિનદેવકો) જિનેન્દ્ર ભગવાનને (વંદના) વંદન કરે છે,
(શ્રુતરતિ) સ્વાધ્યાયમાં પ્રેમ (કરૈં) કરે છે, (પ્રતિક્રમ) પ્રતિક્રમણ
(કરૈં) કરે છે, (તન) શરીરની (અહમેવ કો) મમતાને (તજૈં) છોડે
છે, (જિનકે) જિનમુનિઓને (ન્હૌન) સ્નાન અને (દંતધોવન) દાંત
સાફ કરવાપણું (ન) હોતા નથી; (અંબર આવરન) શરીરને
ઢાંકવા માટે કપડું (લેશ) જરા પણ તેઓને (ન) હોતું નથી; અને
(પિછલી રયનિમેં) રાત્રિના પાછળના ભાગમાં (ભૂમાહિં) પૃથ્વી
ઉપર (એકાસન) એક પડખે (કછુ) થોડો વખત (શયન) શયન
(કરન) કરે છે.