ઉપરની મમતાનો ત્યાગ) કરે છે, તેથી તેઓને છ આવશ્યક હોય
છે; અને તે મુનિઓ ક્યારે પણ (૧) સ્નાન કરતા નથી, (૨)
દાંત સાફ કરતા નથી, (૩) શરીરને ઢાંકવા માટે જરાપણ કપડું
રાખતા નથી તથા (૪) રાત્રિના પાછલા ભાગમાં એક પડખે
જમીન ઉપર થોડો વખત શયન કરે છે. ૫.
કચલોંચ કરત, ન ડરત પરિષહસોં, લગે નિજ ધ્યાનમેં;
અરિ મિત્ર, મહલ મસાન, કંચન કાંચ, નિંદન થુતિકરન,
અર્ઘાવતારન અસિ-પ્રહારનમેં સદા સમતાધરન. ૬.