Chha Dhala (Gujarati).

< Previous Page   Next Page >


Page 175 of 205
PDF/HTML Page 197 of 227

 

background image
છઠ્ઠી ઢાળ ][ ૧૭૫
પ્રહાર કરનાર એ બધામાં સમભાવ (રાગ-દ્વેષનો અભાવ) રાખે
છે અર્થાત
્ કોઈના ઉપર રાગ-દ્વેષ કરતા નથી.
પ્રશ્નસાચો પરિષહજય કોને કહે છે?
ઉત્તરક્ષુધા, તૃષા, શીત, ઉષ્ણ, ડાંસ-મચ્છર, ચર્યા,
શય્યા, વધ, રોગ, તૃણસ્પર્શ, મલ, નગ્નતા, અરતિ, સ્ત્રી, નિષદ્યા,
આક્રોશ, યાચના, સત્કાર-પુરસ્કાર, અલાભ, અદર્શન, પ્રજ્ઞા અને
અજ્ઞાન
એ બાવીસ પ્રકારના પરિષહો છે. ભાવલિંગી મુનિને
દરેક સમયે ત્રણ કષાયનો (અનંતાનુબંધી વગેરેનો) અભાવ
હોવાથી સ્વરૂપમાં સાવધાનીના કારણે જેટલા અંશે રાગ-દ્વેષની
ઉત્પત્તિ થતી નથી, તેટલા અંશે તેમને નિરન્તર પરિષહજય હોય
છે. વળી ક્ષુધાદિક લાગતાં તેના નાશનો ઉપાય ન કરવો તેને તે
(અજ્ઞાની જીવ) પરિષહસહનતા કહે છે. હવે ઉપાય તો ન કર્યો
અને અંતરંગમાં ક્ષુધાદિ અનિષ્ટ સામગ્રી મળતાં દુઃખી થયો તથા
રતિ આદિનું કારણ મળતાં સુખી થયો, પણ એ તો દુઃખ-સુખરૂપ
પરિણામ છે, અને એ જ આર્ત્ત-રૌદ્રધ્યાન છે, એવા ભાવોથી સંવર
કેવી રીતે થાય?
પ્રશ્નત્યારે કેવી રીતે પરિષહજય થાય?
ઉત્તરતત્ત્વજ્ઞાનના અભ્યાસથી કોઈ પદાર્થ ઇષ્ટ-અનિષ્ટ
ન ભાસે, દુઃખના કારણો મળતાં દુઃખી ન થાય તથા સુખના
કારણો મળતાં સુખી ન થાય પણ જ્ઞેયરૂપથી તેનો જાણવાવાળો
જ રહે; એ જ સાચો પરિષહજય છે. ૬.
(મોક્ષમાર્ગ પ્ર૦ પૃ. ૨૩૨)