મુનિ સાથમેં વા એક વિચરૈં, ચહૈં નહિં ભવસુખ કદા;
યોં હૈ સકલસંયમ-ચરિત, સુનિયે સ્વરૂપાચરન અબ,
જિસ હોત પ્રગટૈ આપની નિધિ, મિટૈ પરકી પ્રવૃતિ સબ. ૭.
ધર્મને (ધરૈં) ધારણ કરે છે, અને (રતનત્રય) સમ્યગ્દર્શન-
સમ્યગ્જ્ઞાન અને સમ્યક્ચારિત્રનું (સદા) હમેશાં (સેવૈં) સેવન
કરે છે, (મુનિ સાથમેં) મુનિઓના સંઘમાં (વા) અથવા (એક)
એકલા (વિચરૈં) વિચરે છે, અને (કદા) કોઈ પણ વખત
(ભવસુખ) સંસારના સુખોને (નહિં ચહૈં) ચાહતા નથી. (યોં)
આ પ્રકારે (સકલસંયમ-ચરિત) સકલ સંયમ ચારિત્ર (હૈ) છે;
(અબ) હવે (સ્વરૂપાચરન) સ્વરૂપાચરણ ચારિત્ર (સુનિયે)
સાંભળો. (જિસ) જે સ્વરૂપાચરણ ચારિત્ર [સ્વરૂપમાં રમણતારૂપ
ચારિત્ર] (હોત) પ્રગટ થતાં (આપની) પોતાના આત્માની
(નિધિ) જ્ઞાનાદિક સંપત્તિ (પ્રગટૈ) પ્રગટ થાય છે, તથા (પરકી)
પર વસ્તુઓ તરફની (સબ) બધાં પ્રકારની (પ્રવૃતિ) પ્રવૃત્તિ
(મિટૈ) મટી જાય છે.