વીતરાગભાવરૂપ ઉત્તમક્ષમાદિ પરિણામ તે ધર્મ છે. ભાવલિંગી
મુનિને ઉપર કહ્યાં તેવાં તપ અને ધર્મનું આચરણ હોય છે.
તેઓ મુનિઓના સંઘ સાથે અથવા એકલા વિહાર કરે છે. કોઈ
પણ સમયે સંસારના સુખને ઇચ્છતા નથી. આ રીતે સકલ
ચારિત્રનું સ્વરૂપ કહ્યું.
શુદ્ધોપયોગ નિર્જરાનું કારણ છે તેથી ઉપચારથી તપને પણ
નિર્જરાનું કારણ કહ્યું છે. જો બાહ્ય દુઃખ સહન કરવું એ જ
નિર્જરાનું કારણ હોય તો પશુ વગેરે પણ ભૂખ-તૃષાદિ સહન
કરે છે.
મુખ્ય કારણ ઉપવાસાદિક જ ઠરે, પણ એમ તો બને નહિ,
કારણ કે
શુભ-શુદ્ધરૂપ ઉપયોગ પરિણમે તે અનુસાર બંધ-નિર્જરા છે, તો
ઉપવાસ આદિ તપ નિર્જરાનું મુખ્ય કારણ ક્યાં રહ્યું? ત્યાં તો