૧૭૮ ][ છ ઢાળા
અશુભ-શુભ પરિણામ બંધના કારણ ઠર્યા, તથા શુદ્ધ પરિણામ
નિર્જરાનું કારણ ઠર્યા.
પ્રશ્નઃ — જો એમ છે તો અનશન આદિને તપ સંજ્ઞા કેવી
રીતે કહી?
ઉત્તરઃ — તેને બાહ્ય તપ કહ્યા છે, બાહ્યનો અર્થ એ છે કે
બહાર બીજાઓને દેખાય કે આ તપસ્વી છે, પણ પોતે તો જેવો
અંતરંગ પરિણામ થશે તેવું ફળ પામશે.
(૩) વળી અંતરંગ તપોમાં પણ પ્રાયશ્ચિત્ત, વિનય,
વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ત્યાગ અને ધ્યાનરૂપ ક્રિયામાં બાહ્ય પ્રવર્તન
છે તે તો બાહ્ય તપ જેવું જ જાણવું — જેવી અનશનાદિ બાહ્ય ક્રિયા
છે તેવી એ પણ બાહ્ય ક્રિયા છે, તેથી પ્રાયશ્ચિત્ત આદિ બાહ્ય
સાધન પણ અંતરંગ તપ નથી.
પરંતુ એવું બાહ્ય પ્રવર્તન થતાં જે અંતરંગ પરિણામોની
શુદ્ધતા થાય તેનું નામ અંતરંગ તપ જાણવું, – અને ત્યાં તો નિર્જરા
જ છે, બંધ થતો નથી. વળી એ શુદ્ધતાનો અલ્પ અંશ પણ રહે
તો જેટલી શુદ્ધતા થઈ તેનાથી તો નિર્જરા છે તથા જેટલો
શુભભાવ છે તેનાથી તો બંધ છે. એ પ્રમાણે અનશન આદિ
ક્રિયાને તપસંજ્ઞા ઉપચારથી છે એમ જાણવું, અને તેથી જ તેને
વ્યવહાર-તપ કહ્યો છે. વ્યવહાર અને ઉપચારનો એક અર્થ છે.
ઘણું શું કહીએ? એટલું જ સમજી લેવું કે — નિશ્ચયધર્મ તો
વીતરાગભાવ છે તથા અન્ય અનેક પ્રકારના ભેદો નિમિત્તની