૧૮૦ ][ છ ઢાળા
સ્વરુપાચરણચારિત્ર(શુદ્ધોપયોગ)નું વર્ણન
જિન પરમ પૈની સુબુધિ છૈની, ડારિ અંતર ભેદિયા,
વરણાદિ અરુ રાગાદિતૈં, નિજ ભાવકો ન્યારા કિયા;
નિજમાંહિં નિજકે હેતુ નિજકર, આપકો આપૈ ગહ્યો,
ગુણ-ગુણી જ્ઞાતા-જ્ઞાન-જ્ઞેય, મઁઝાર કછુ ભેદ ન રહ્યો. ૮.
*જેવી રીતે છીણી લોઢાને કાપે છે અને બે કટકા કરી નાખે છે, તેવી
રીતે શુદ્ધોપયોગ કર્મોને કાપે છે અને આત્માથી તે કર્મોને જુદા કરી
નાખે છે.
અન્વયાર્થઃ — (જિન) જે વીતરાગી મુનિરાજ (પરમ)
અત્યંત (પૈની) તીક્ષ્ણ (સુબુધિ) સમ્યગ્જ્ઞાન અર્થાત્ ભેદ-
વિજ્ઞાનરૂપી (છૈની) છીણી* (ડારિ) નાખીને (અંતર) અંતરંગમાં
(ભેદિયા) ભેદ કરીને (નિજ ભાવકો) આત્માના વાસ્તવિક
સ્વરૂપને (વરણાદિ) વર્ણ, રસ, ગંધ તથા સ્પર્શરૂપી દ્રવ્યકર્મથી
(અરુ) અને (રાગાદિતૈં) રાગ – દ્વેષાદિરૂપ ભાવકર્મથી (ન્યારા