છઠ્ઠી ઢાળ ][ ૧૮૭
એકાગ્રતાથી-શુક્લધ્યાનરૂપ અગ્નિવડે ચાર *ઘાતિકર્મનો નાશ
થાય છે અને અર્હંત અવસ્થાની પ્રાપ્તિ થાય છે તથા કેવળ-
જ્ઞાનની પ્રાપ્તિ થાય છે — જેમાં ત્રણ લોક અને ત્રણ કાળની સર્વે
વાતો સ્પષ્ટ જાણે છે અને ભવ્ય જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ
આપે છે. ૧૧.
સિદ્ધ અવસ્થા (સિદ્ધ પરમાત્મા)નું વર્ણન
પુનિ ઘાતિ શેષ અઘાતિ વિધિ, છિનમાહિં અષ્ટમ ભૂ વસૈં,
વસુ કર્મ વિનસૈં સુગુણ વસુ, સમ્યક્ત્વ આદિક સબ લસૈં;
સંસાર ખાર અપાર પારાવાર તરિ તિરહિં ગયે,
અવિકાર અકલ અરૂપ શુચિ, ચિદ્રૂપ અવિનાશી ભયે. ૧૨.
*ઘાતિકર્મ બે પ્રકારના છે — દ્રવ્યઘાતિકર્મ અને ભાવઘાતિકર્મ. તેમાં
શુક્લ ધ્યાનવડે શુદ્ધ અવસ્થા પ્રગટ થતાં ભાવઘાતિકર્મરૂપ અશુદ્ધ
પર્યાય ઉત્પન્ન થતા નથી તે ભાવઘાતિકર્મનો નાશ છે અને તે જ
સમયે દ્રવ્યઘાતિકર્મનો સ્વયં અભાવ થાય છે તે દ્રવ્યઘાતિકર્મનો
નાશ છે.