છે, કલ્પિત નથી
જીવોને મારી નાખવા અને કેટલા કાળ સુધી
એવી ક્રૂરતા કરવી એની કોઈ હદ નથી તેને
તે અતિશય ક્રૂર પરિણામોના ફળરૂપે જ્યાં
બેહદ દુઃખ ભોગવવાનું હોય છે એવું સ્થાન તે
નરક છે. લાખો ખૂન કરનારને લાખ વાર
ફાંસી મળે એવું તો આ લોકમાં બનતું નથી
તે અનંત દુઃખ ભોગવવાના ક્ષેત્રને નરક
કહેવાય છે. તે નરકગતિનાં સ્થાન મધ્યલોકની
નીચે છે અને શાશ્વત છે. તેની સાબિતી યુક્તિ
અને ન્યાયથી બરાબર કરી શકાય છે.