ૐ
શ્રી સદ્ગુરુદેવાય નમઃ
અધ્યાત્મપ્રેમી કવિવર પંડિત દૌલતરામજીકૃત
છ ઢાળા
(સુબોધ ટીકા)
મંગલાચરણ
(સોરઠા)
તીન ભુવનમેં સાર, વીતરાગ-વિજ્ઞાનતા;
શિવસ્વરૂપ શિવકાર, નમહું ત્રિયોગ સમ્હારિકૈં.
અન્વયાર્થઃ — (વીતરાગ) રાગદ્વેષ રહિત, (વિજ્ઞાનતા)
કેવળજ્ઞાન (તીન ભુવનમેં) ત્રણ લોકમાં (સાર) ઉત્તમ વસ્તુ
(શિવસ્વરૂપ) આનંદ-સ્વરૂપ [અને] (શિવકાર) મોક્ષની પ્રાપ્તિ
કરાવનાર છે તેને હું (ત્રિયોગ) ત્રણ યોગની (સમ્હારિકૈં)
સાવધાનીથી (નમહું) નમસ્કાર કરું છું.
ભાવાર્થઃ — રાગ-દ્વેષરહિત ‘કેવળજ્ઞાન’ ઊર્ધ્વ, મધ્ય અને
પાતાળ એ ત્રણ લોકમાં ઉત્તમ, આનંદસ્વરૂપ અને મોક્ષ દેનારું
નોટ ઃ — આ ગ્રંથમાં સર્વત્ર ( ) એવું ચિહ્ન મૂળ ગ્રંથના પદનું જાણવું
અને [ ] એવું ચિહ્ન ઉપરથી સંધિ મેળવવા માટેનું જાણવું.