(૪) આઠમી પૃથ્વી, ગ્રંથ, ગ્રંથકાર, ગ્રંથ છંદ, ગ્રંથ
પ્રકરણ, સર્વોત્તમ તપ, સર્વોત્તમ ધર્મ, સંયમનું ઉપકરણ, શુચિનું
ઉપકરણ અને જ્ઞાનનું ઉપકરણ વગેરેનાં નામ બતાવો.
(૫) ધ્યાનસ્થ મુનિ, સમ્યગ્જ્ઞાન અને સિદ્ધનું સુખ
વગેરેના દ્રષ્ટાંત બતાવો.
(૬) છ ઢાળના નામ, પીંછી વગેરેનું અપરિગ્રહપણું,
રત્નત્રયના નામ, શ્રાવકને નગ્નતાનો અભાવ વગેરેનાં ફક્ત
કારણ બતાવો.
(૭) અરિહંત અવસ્થાનો વખત, અંતિમ ઉપદેશ,
આત્મસ્થિરતા વખતનું સુખ, કેશલોચનો વખત, કર્મના નાશથી
ઉત્પન્ન થતા ગુણોનો વિભાગ, ગ્રંથ – રચનાનો કાળ, જીવની
નિત્યતા તથા અમૂર્તિકપણું, પરિષહજયનું ફળ, રાગરૂપી
અગ્નિની શાંતિનો ઉપાય, શુદ્ધ આત્મા, શુદ્ધ ઉપયોગનો વિચાર
અને હાલત, સકલચારિત્ર, સિદ્ધોનું આયુષ્ય, નિવાસસ્થાન તથા
વખત અને સ્વરૂપાચરણચારિત્ર વગેરેનું વર્ણન કરો.
(૮) સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર, દેશચારિત્ર,
સકલચારિત્ર, ચાર ગતિ, સ્વરૂપાચરણ ચારિત્ર, બાર વ્રત, બાર
ભાવના, મિથ્યાત્વ અને મોક્ષ વગેરે વિષયો ઉપર લેખ લખો.
(૯) દિગમ્બર જૈન મુનિના ભોજન, સમતા, વિહાર
નગ્નતાથી હાનિ-લાભ, દિગંબર જૈન મુનિને રાત્રિગમનનો
વિધિ અગર નિષેધ, દિગંબર જૈન મુનિને ઘડિયાળ, ચટાઈ
છઠ્ઠી ઢાળ ][ ૨૦૩