અંતર-પ્રદર્શન
(૧) ‘નય’ તો જ્ઞાતા એટલે કે જાણનાર છે, અને
‘નિક્ષેપ’ જ્ઞેય અર્થાત્ જ્ઞાનમાં જાણવા યોગ્ય છે.
(૨) પ્રમાણ તો વસ્તુના બધા ભાગને જાણે છે પણ નય
વસ્તુના એક ભાગને જાણે છે.
(૩) શુભ ઉપયોગ તો બંધનું અથવા સંસારનું કારણ છે
પણ શુદ્ધ ઉપયોગ તો નિર્જરા-મોક્ષનું કારણ છે.
છÕી ઢાળની પ્રશ્નાવલી
(૧) અંતરંગ તપ, અનુભવ, આવશ્યક, ગુપ્તિ, ગુપ્તિઓ,
તપ, દ્રવ્યહિંસા, અહિંસા, ધ્યાનસ્થ મુનિ, નિશ્ચય આત્મચારિત્ર,
પરિગ્રહ, પ્રમાણ, પ્રમાદ, પ્રતિક્રમણ, બહિરંગ તપ, ભાવહિંસા,
અહિંસા, મહાવ્રત, મહાવ્રતો, રત્નત્રય, શુદ્ધાત્મઅનુભવ, શુદ્ધ
ઉપયોગ, શુક્લધ્યાન, સમિતિઓ અને સમિતિ વગેરેનાં લક્ષણ
બતાવો.
(૨) અઘાતિયા, આવશ્યક, ઉપયોગ, કાયગુપ્તિ, છેંતાલીશ
દોષ, તપ, ધર્મ પરિગ્રહ, પ્રમાણ, મુનિક્રિયા, મહાવ્રત,
રત્નત્રય, શીલ, શેષ ગુણ, સમિતિ, સાધુગુણ અને સિદ્ધગુણના
ભેદ કહો.
(૩) નય અને નિક્ષેપમાં, પ્રમાણ અને નયમાં, જ્ઞાન
અને આત્મામાં, શુભ ઉપયોગ અને શુદ્ધ ઉપયોગમાં તફાવત
બતાવો.
૨૦૨ ][ છ ઢાળા