પહેલી ઢાળ ][ ૩
–
પહેલી ઢાળ –
સંસારનાં દુઃખોનું વર્ણન
ગ્રન્થ-રચનાનો ઉ÷ેશ અને જીવની ચાહના : —
જે ત્રિભુવનમેં જીવ અનન્ત, સુખ ચાહૈં દુખતૈં ભયવન્ત;
તાતૈં દુખહારી સુખકાર, કહૈં સીખ ગુરુ કરુણા ધાર. ૧.
અન્વયાર્થઃ — (ત્રિભુવનમેં) ત્રણે લોકમાં (જે) જે (અનન્ત)
અનંત (જીવ) પ્રાણી [છે તે] (સુખ) સુખને (ચાહૈં) ઇચ્છે છે અને
(દુખતૈં) દુઃખથી (ભયવન્ત) ડરે છે (તાતૈં) તેથી (ગુરુ) આચાર્ય
(કરુણા) દયા (ધાર) કરીને (દુખહારી) દુઃખનો નાશ કરવાવાળી
અને (સુખકાર) સુખને આપવાવાળી (સીખ) શિક્ષા-શિખામણ
(કહૈં) આપે છે.
ભાવાર્થઃ — ત્રણ લોકમાં જે અનંત જીવ (પ્રાણી) છે તે
દુઃખથી ડરે છે અને સુખને ચાહે છે તેથી આચાર્ય દુઃખનો નાશ
કરવાવાળી અને સુખને આપવાવાળી શિખામણ આપે છે. ૧.