મોહ-મહામદ પિયો અનાદિ, ભૂલ આપકો ભરમત વાદિ. ૨.
તે શિક્ષા (મન) મનને (થિર) સ્થિર (આન) કરીને (સુનો)
સાંભળો [કે આ સંસારમાં દરેક પ્રાણી] (અનાદિ) અનાદિ કાળથી
(મોહ-મહામદ) મોહરૂપી જલદ દારૂ (પિયો) પીને, (આપકો)
પોતાના આત્માને (ભૂલ) ભૂલી (વાદિ) વ્યર્થ (ભરમત) ભટકે છે.
રીતે કોઈ દારૂડિયો દારૂ પીને, નશામાં ચકચૂર થઈને, જ્યાં
ત્યાં ગોથાં ખાઈ પડે છે તેવી જ રીતે જીવ અનાદિકાળથી
મોહમાં ફસી, પોતાના આત્માના સ્વરૂપને ભૂલી ચારે ગતિઓમાં