જન્મ-મરણ ધારણ કરીને ભટકે છે. ૨.
આ ગ્રંથની પ્રમાણિકતા અને નિગોદનું દુઃખ
તાસ ભ્રમનકી હૈ બહુ કથા, પૈ કછુ કહૂં કહી મુનિ યથા;
કાલ અનન્ત નિગોદ મંઝાર, બીત્યો એકેન્દ્રી તન ધાર. ૩.
અન્વયાર્થઃ — (તાસ) આ સંસારમાં (ભ્રમનકી) ભટકવાની
(કથા) કથા (બહુ) મોટી (હૈ) છે (પૈ) તોપણ (યથા) જેવી
(મુનિ) પૂર્વાચાર્યોએ (કહી) કહી છે (યથા) તે પ્રમાણે હું પણ
(કછુ) થોડી (કહું) કહું છું [કે આ જીવનો] (નિગોદ મંઝાર)
નિગોદમાં (એકેન્દ્રી) એકેન્દ્રિય જીવના (તન) શરીર (ધાર)
ધારણ કરી (અનન્ત) અનંત (કાલ) કાળ (બીત્યો) વીત્યો છે –
પસાર થયો છે.
ભાવાર્થઃ — સંસારમાં જન્મ-મરણ ધારણ કરવાની કથા
બહુ મોટી છે. તોપણ જે પ્રકારે પૂર્વાચાર્યોએ પોતાના બીજા
ગ્રંથોમાં કહી છે, તે પ્રકારે હું (દૌલતરામ) પણ આ ગ્રંથમાં
થોડીક કહું છું. આ જીવે, નરકથી પણ નિકૃષ્ટ નિગોદમાં એક
ઇન્દ્રિય જીવના શરીર ધારણ કર્યાં અર્થાત્ સાધારણ-
વનસ્પતિકાયમાં ઊપજી ત્યાં અનંત કાળ પસાર કર્યો છે. ૩.
નિગોદનું દુઃખ અને ત્યાંથી નીકળી પ્રાપ્ત કરેલ પર્યાયો
એક શ્વાસમેં અઠદસ બાર, જન્મ્યો મર્યો ભર્યો દુખભાર;
નિકસિ ભૂમિ જલ પાવક ભયો, પવન પ્રત્યેક વનસ્પતિ થયો. ૪.
અન્વયાર્થઃ — [નિગોદમાં આ જીવ] (એક શ્વાસમેં) એક
પહેલી ઢાળ ][ ૫