લટ પિપીલ અલિ આદિ શરીર, ધર ધર મર્યો સહી બહુ પીર.
(ત્રસતણી) ત્રસનો (પર્યાય) પર્યાય (દુર્લભ) મુશ્કેલીથી (લહી)
પ્રાપ્ત થાય છે. [ત્યાં પણ] (લટ) ઇયળ (પિપીલ) કીડી (અલિ)
ભમરો (આદિ) વગેરેના (શરીર) શરીરો (ધર ધર) વારંવાર
ધારણ કરીને, (મર્યો) મરણ પામ્યો [અને] (બહુ પીર) ઘણી પીડા
(સહી) સહન કરી.
પ્રાપ્ત કર્યો છે. આ ત્રસ પર્યાયમાં પણ ઇયળ વગેરે બે ઇન્દ્રિય
જીવ, કીડી વગેરે ત્રણ ઇન્દ્રિય જીવ અને ભમરો વગેરે ચાર
ઇન્દ્રિય જીવના શરીર ધારણ કરી મર્યો અને ઘણાં દુઃખો સહન
કર્યા. ૫.