Chha Dhala (Gujarati). Gatha: 6 (Dhal 1).

< Previous Page   Next Page >


Page 8 of 205
PDF/HTML Page 30 of 227

 

background image
તિર્યંચ ગતિમાં અસંજ્ઞી અને સંજ્ઞીનાં દુઃખો
કબહૂં પંચેન્દ્રિય પશુ ભયો, મન બિન નિપટ અજ્ઞાની થયો;
સિંહાદિક સૈની હ્વૈ ક્રૂર, નિબલ પશુ હતિ ખાયે ભૂર. ૬.
અન્વયાર્થ [આ જીવ] (કબહૂં) ક્યારેક (પંચેન્દ્રિય)
પંચેન્દ્રિય (પશુ) તિર્યંચ (ભયો) થયો [તો] (મન બિન) મન વગર
(નિપટ) અત્યંત (અજ્ઞાની) મૂર્ખ (થયો) થયો [અને] (સૈની) સંજ્ઞી
[પણ] (હ્વૈ) થયો [તો] (સિંહાદિક) સિંહ વગેરે (ક્રૂર) ક્રૂર જીવ
(હ્વૈ) થઈને (નિબલ) પોતાથી નબળાં, (ભૂર) ઘણાં (પશુ) તિર્યંચો
(હતિ) હણી-હણી ખાધાં.
ભાવાર્થ આ જીવ ક્યારેક પંચેન્દ્રિય અસંજ્ઞી પશુ પણ
થયો તો મન વિનાનો હોવાથી અત્યંત અજ્ઞાની રહ્યો; અને
કોઈક વખત સંજ્ઞી થયો તો સિંહ વગેરે ક્રૂર-નિર્દય થઈ,
પોતાનાથી નિર્બલ અનેક જીવો મારી નાખીને ખાધાં અને ઘોર-
અજ્ઞાની થયો. ૬.
૮ ][ છ ઢાળા