Chha Dhala (Gujarati). Gatha: 7 (Dhal 1).

< Previous Page   Next Page >


Page 9 of 205
PDF/HTML Page 31 of 227

 

background image
તિર્યંચ ગતિમાં નિર્બળતા તથા દુઃખ
કબહૂં આપ ભયો બલહીન, સબલનિ કરિ ખાયો અતિદીન;
છેદન ભેદન ભૂખ પિયાસ, ભાર-વહન હિમ આતપ ત્રાસ. ૭.
અન્વયાર્થ [આ જીવ તિર્યંચ ગતિમાં] (કબહૂં) ક્યારેક
(આપ) પોતે (બલહીન) કમજોર (ભયો) [તો] (અતિદીન)
અસમર્થ થવાથી (સબલનિ કરિ) પોતાનાથી બળવાન પ્રાણીઓ વડે
(ખાયો) ખવાયો [અને] (છેદન) છેદાવું, (ભેદન) ભેદાવું, (ભૂખ)
ભૂખ, (પિયાસ) તરસ, (ભારવહન) બોજો ઉપાડવો, (હિમ) ઠંડી,
(આતપ) ગરમી [વગેરેના] (ત્રાસ) દુઃખો સહન કર્યાં.
પહેલી ઢાળ ][ ૯