ભાવાર્થ ઃ — જ્યારે આ જીવ તિર્યંચગતિમાં કોઈ વખત
સ્વયં નિર્બલ પશુ થયો તો પોતે અસમર્થ હોવાથી પોતાનાથી
બળવાન પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયો અને તે તિર્યંચગતિમાં
છેદાવું, ભેદાવું, ભૂખ, તરસ, ભારવહન કરવો, ઠંડી, ગરમી
વગેરેના દુઃખો પણ સહન કર્યાં. ૭.
તિર્યંચનાં દુઃખની અધિાકતા અને નરકગતિ
પ્રાપ્તિનું કારણ
વધ બંધન આદિક દુખ ઘને, કોટિ જીભતૈં જાત ન ભને;
અતિ સંક્લેશ ભાવતૈં મર્યો, ઘોર શ્વભ્રસાગરમેં પર્યો. ૮.
અન્વયાર્થ ઃ — [આ તિર્યંચગતિમાં જીવે બીજાં પણ] (વધ)
હણાવું, (બંધન) બંધાવવું (આદિક) વગેરે (ઘને) ઘણાં (દુખ)
દુઃખો સહન કર્યાં; [તે] (કોટિ) કરોડો (જીભતૈં) જીભથી (ભને
ન જાત) કહી શકાતાં નથી. [આથી કરીને] (અતિ સંક્લેશ) ઘણા
માઠાં (ભાવતૈં) પરિણામોથી (મર્યો) મરણ પામીને (ઘોર) ભયાનક
(શ્વભ્રસાગરમેં) નરકરૂપી સમુદ્રમાં (પર્યો) જઈ પડ્યો.
૧૦ ][ છ ઢાળા