હાલતમાં] (કૈસે) કેવી રીતે [જીવ] (આપનો) પોતાનું (રૂપ)
સ્વરૂપ (લખૈ) વિચારે-દેખે.
ભાવાર્થ ઃ — મનુષ્યગતિમાં પણ આ જીવ બાલ્યાવસ્થામાં
વિશેષ જ્ઞાન પણ ન પામ્યો, જુવાનીમાં જ્ઞાન તો પામ્યો પણ
સ્ત્રીના મોહ (વિષયભોગ)માં ભૂલી ગયો અને ઘડપણમાં
ઇન્દ્રિયોની શક્તિ ઘટી ગઈ અથવા મરણપર્યંત પહોંચે તેવો રોગ
લાગુ પડ્યો કે જેથી અધમુઆ જેવો પડ્યો રહ્યો. આવી હાલતમાં
આ પ્રાણી ત્રણે અવસ્થામાં આત્મસ્વરૂપનું દર્શન (પિછાણ) ન
કરી શક્યો. ૧૪.
દેવગતિમાં ભવનત્રિકનું દુઃખ
કભી અકામનિર્જરા કરૈ, ભવનત્રિકમેં સુર-તન ધરૈ;
વિષય-ચાહ-દાવાનલ દહ્યો, મરત વિલાપ કરત દુખ સહ્યો. ૧૫.
અન્વયાર્થ ઃ — [આ જીવે] (કભી) કોઈ વખત (અકામ-
નિર્જરા) અકામનિર્જરા (કરૈ) કરી [તો મર્યા પછી] (ભવનત્રિક)
ભવનવાસી વ્યન્તર અને જ્યોતિષીમાં (સુર-તન) દેવપર્યાય (ધરૈ)
ધારણ કર્યા, [પરંતુ ત્યાં પણ] (વિષયચાહ) પાંચે ઇન્દ્રિયોના
૧૮ ][ છ ઢાળા