રહેવાથી (ત્રાસ) દુઃખ (પાયો) પામ્યો [અને] (નિકસત)
નીકળતી વખતે (જે) જે (ઘોર) ભયંકર (દુખ) દુઃખ (પાયો)
પામ્યો (તિનકો) તે દુઃખોને (કહત) કહેતાં (ઓર) અન્ત
(ન આવે) આવી શકતો નથી.
ભાવાર્થ ઃ — મનુષ્યગતિમાં પણ આ જીવ નવ મહિના સુધી
તો માતાના પેટમાં જ રહ્યો, ત્યાં પણ શરીર સંકોચીને રહેવાનું
હોવાથી ઘણું દુઃખ પામ્યો, જેનું વર્ણન પણ થઈ શકતું નથી.
કોઈ કોઈ વખતે માતાના પેટમાંથી નીકળતી વખતે, માતાનું
અથવા પુત્રનું અથવા બન્નેનું મરણ પણ થઈ જાય છે. ૧૩.
મનુષ્યગતિમાં બાલ્ય, યુવા, વૃદ્ધાવસ્થાનાં દુઃખો
બાલપનેમેં જ્ઞાન ન લહ્યો, તરુણ સમય તરુણી-રત રહ્યો;
અર્ધમૃતકસમ બૂઢાપનોં, કૈસે રૂપ લખૈ આપનો. ૧૪.
અન્વયાર્થ ઃ – [મનુષ્યગતિમાં જીવ] (બાલપનેમેં) બાળપણામાં
(જ્ઞાન) જ્ઞાન (ન લહ્યો) પામ્યો નહિ [અને] (તરુણ સમય)
જુવાનીમાં (તરુણીરત) જુવાન સ્ત્રીમાં લીન (રહ્યો) રહ્યો [અને]
(બૂઢાપનોં) ઘડપણ (અર્ધમૃતકસમ) અધમૂઉં જેવું [રહ્યું; આવી
પહેલી ઢાળ ][ ૧૭