Chha Dhala (Gujarati). Gatha: 16 (Dhal 1).

< Previous Page   Next Page >


Page 20 of 205
PDF/HTML Page 42 of 227

 

background image
અકામ નિર્જરા એમ સાબિત કરે છે કે કર્મના ઉદય પ્રમાણે
જ જીવ વિકાર કરતો નથી પણ ગમે તેવા કર્મોદય હોવા છતાં
જીવ સ્વયં પુરુષાર્થ કરી શકે છે.
દેવ ગતિમાં વૈમાનિક દેવોનું દુઃખ
જો વિમાનવાસી હૂ થાય, સમ્યગ્દર્શન બિન દુખ પાય;
તઁહતેં ચય થાવર તન ધરૈં, યોં પરિવર્તન પૂરે કરૈં. ૧૬.
અન્વયાર્થઃ(જો) જો (વિમાનવાસી) વૈમાનિકદેવ (હૂ)
પણ (થાય) થયો [તો ત્યાં] (સમ્યગ્દર્શન) સમ્યગ્દર્શન (વિના)
વિના (દુખ) દુઃખ (પાય) પામ્યો [અને] (તઁહતેં) ત્યાંથી (ચય)
મરીને (થાવર તન) સ્થાવરનું શરીર (ધરૈ) ધારણ કરે છે, (યોં)
આવી રીતે [આ જીવ] (પરિવર્તન) પાંચે પરાવર્તન (પૂરે કરે)
પૂરાં કર્યા કરે છે.
ભાવાર્થ આ જીવ વૈમાનિક દેવોમાં પણ ઉત્પન્ન થયો
તોપણ ત્યાં તેણે સમ્યગ્દર્શન વિના દુઃખો ઉઠાવ્યાં અને ત્યાંથી
૨૦ ][ છ ઢાળા