*મિથ્યાદ્રષ્ટિ દેવ મરીને એકેન્દ્રિય થાય છે, સમ્યગ્દ્રષ્ટિ નહિ.
પણ મરીને પૃથ્વીકાયિક વગેરે સ્થાવરોના *શરીર ધારણ કર્યાં,
એટલે કે ફરીને તિર્યંચ ગતિમાં જઈ પડ્યો. આ રીતે આ જીવ
સંસારમાં અનાદિ કાળથી રખડ્યા કરે છે, અને પાંચ પરાવર્તન
કરી રહ્યો છે.
સાર
સંસારની કોઈ ગતિ સુખદાયક નથી. નિશ્ચયસમ્યગ્દર્શનથી
જ પંચ પરાવર્તનરૂપ સંસાર પરિત થાય છે. બીજા કોઈ
કારણથી — દયા, દાનાદિના શુભરાગથી સંસાર તૂટે નહિ.
સંયોગો સુખ-દુઃખના કારણ નથી પણ મિથ્યાત્વ (પર સાથે
એકતાબુદ્ધિ-કર્તાબુદ્ધિ, શુભરાગથી ધર્મ થાય એવી માન્યતા) તે
જ દુઃખનું કારણ છે. સમ્યગ્દર્શન સુખનું કારણ છે.
પહેલી ઢાળનો સારાંશ
ત્રણ લોકમાં જે અનંત જીવો છે તે સર્વ સુખ ચાહે છે અને
દુઃખથી ડરે છે. પણ પોતાનું અસલી સ્વરૂપ સમજે તો જ સુખી
થાય. ચાર ગતિના સંયોગ તે દુઃખનું કારણ નથી છતાં પરમાં
એકત્વબુદ્ધિ વડે ઇષ્ટ-અનિષ્ટપણું માની માનીને જીવ એકલો
દુઃખી થાય છે અને ત્યાં કેવા સંયોગના લક્ષે વિકાર કરે છે તે
ટૂંકમાં કહેલ છે.
પહેલી ઢાળ ][ ૨૧