Chha Dhala (Gujarati).

< Previous Page   Next Page >


Page 22 of 205
PDF/HTML Page 44 of 227

 

background image
તિર્યંચ ગતિનાં દુઃખોનું વર્ણનઆ જીવ નિગોદમાં
અનંતકાળ સુધી રહી ત્યાં એક શ્વાસમાં ૧૮ વાર જન્મ ધારણ
કરીને, જેનું કથન ન થઈ શકે એવું દુઃખ ઉઠાવે છે. ત્યાંથી
નીકળીને બીજા સ્થાવર પર્યાયો પ્રાપ્ત કરે છે. ત્રસ પર્યાય તો
ચિંતામણિરત્ન સમાન ઘણી જ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે. ત્યાં પણ
વિકલત્રયના શરીરો ધારણ કરી ઘણું દુઃખ પામે છે. કદાચિત
અસંજ્ઞી પંચેન્દ્રિય થયો તો મન વગર દુઃખ પામે છે. સંજ્ઞી થાય
તોપણ ત્યાં કમજોર પ્રાણી બળવાન પ્રાણી દ્વારા સતાવાય છે.
બળવાન બીજાને દુઃખ આપી ઘણાં પાપનો બંધ કરે છે; તથા
છેદન, ભેદન, ભૂખ, તરસ, શીત, ગરમી વગેરે અકથ્ય દુઃખ
પામે છે.
નરકગતિનું દુઃખજ્યારે કોઈ સમય ખોટા પરિણામથી
મરણ પામે છે તો નરકમાં જઈ પડે છે; ત્યાંની માટીનો એક કણ
પણ અહીં આવી જાય તો અહીંના અનેક ગાઉ સુધીના સંજ્ઞી
પંચેન્દ્રિય જીવો પણ એની દુર્ગંધથી મરી જાય. ત્યાંની જમીનને
અડવાથી જ અસહ્ય દુઃખ થવા લાગે છે. ત્યાં વૈતરણી નદી,
સેમરઝાડ, શરદી, ગરમી અને અન્ન-પાણીના અભાવથી સ્વતઃ
મહાન દુઃખ થાય છે. જ્યારે બિલોમાં ઊંધે માથે લટકે છે ત્યારે
ઘોર દુઃખોનો અનુભવ કરે છે. પછી બીજા નારકી જીવ તેને
દેખતાં જ કૂતરાંની માફક મારપીટ વગેરે કરવા લાગી જાય છે.
ત્રીજી નરક સુધી અમ્બ અને અમ્બરીષ વગેરે નામના સંક્લિષ્ટ
પરિણામી અસુરકુમાર દેવ જઈને અવધિજ્ઞાન દ્વારા પૂર્વના
વિરોધનું સ્મરણ કરાવી અંદરોઅંદર લડાવી મારે છે; ત્યારે
૨૨ ][ છ ઢાળા