Chha Dhala (Gujarati). Antar-pradarshan.

< Previous Page   Next Page >


Page 28 of 205
PDF/HTML Page 50 of 227

 

background image
સાગરબે હજાર ગાઉ ઊંડો અને બે હજાર ગાઉ પહોળો એવા
ગોળ ખાડામાં, કાતરથી જેના બે ટુકડા ન થઈ શકે
એવા અને એક દિવસથી સાત દિવસ સુધીના જન્મેલા
ઉત્તમ ભોગભૂમિના ઘેટાંના વાળથી તે ખાડો પૂરો
ભરવો. તેમાંથી એક વાળને સો સો વરસે કાઢવો.
જેટલા કાળમાં તે બધા વાળને પૂરા કાઢી નાખવામાં
આવે તેટલા કાળને ‘‘વ્યવહાર પલ્ય’’ કહે છે,
વ્યવહાર પલ્યથી અસંખ્યાતગુણા ઉદ્ધાર પલ્ય અને
ઉદ્ધાર પલ્યથી અસંખ્યાતગુણા કાળને અદ્ધાપલ્ય કહે
છે, દસ ક્રોડાક્રોડી (૧૦ કરોડ
×૧૦ કરોડ)
અદ્ધાપલ્યોને એક સાગર કહે છે.
સંજ્ઞીશિક્ષા અને ઉપદેશ ગ્રહણ કરવાની શક્તિવાળા
મનસહિત પ્રાણી.
સ્થાવરથાવર નામકર્મના ઉદય સહિત પૃથ્વી-જળ-અગ્નિ-વાયુ
અને વનસ્પતિકાયિક જીવ.
અન્તર-પ્રદર્શન
૧. ત્રસોને તો ત્રસ નામકર્મનો ઉદય હોય છે પરન્તુ સ્થાવરોને
સ્થાવર નામકર્મનો ઉદય હોય છે. આ એ બેમાં અન્તર છે.
નોંધત્રસ અને સ્થાવરમાં, ચાલી શકે અને ન ચાલી શકે એ
અપેક્ષાથી અંતર બતાવવું ઠીક નથી, કારણ કે એમ
માનવાથી ગમન વિનાના અયોગી કેવલીમાં સ્થાવરનું લક્ષણ
અને ગમન સહિત પવન વગેરે એકેન્દ્રિય જીવોમાં ત્રસનું
લક્ષણ મળવાથી અતિવ્યાપ્તિ દોષ આવે છે.
૨૮ ][ છ ઢાળા