મનુષ્યગતિ — મનુષ્યગતિ નામકર્મના ઉદયથી મનુષ્યોમાં જન્મ
લેવો અથવા પેદા થવું.
મેરુ — જમ્બૂદ્વીપના વિદેહક્ષેત્રમાં સ્થિત એક લાખ જોજન ઊંચો
એક પર્વત વિશેષ.
મોહ — પર સાથે એકત્વબુદ્ધિ તે મિથ્યાત્વમોહ. આ મોહ
અપરિમિત છે; તથા અસ્થિરતારૂપ રાગાદિ તે
ચારિત્રમોહ; આ મોહ પરિમિત છે.
લોક — જેમાં જીવાદિ છ દ્રવ્યો રહેલાં છે; તેને લોક અથવા
લોકાકાશ કહે છે.
વિમાનવાસી — સ્વર્ગો અને ગ્રૈવેયકો વગેરેના દેવો.
વીતરાગનું લક્ષણ —
૧ ૨ ૩ ૪ ૫ ૬ ૭
જન્મ, જરા, તૃષા, ક્ષુધા, વિસ્મય, આરત, ખેદ;
૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫
રોગ, શોક, મદ, મોહ, ભય, નિદ્રા, ચિન્તા, સ્વેદ.
૧૬ ૧૭ ૧૮
રાગ, દ્વેષ, અરુ મરણ જુત, યે અષ્ટાદશ દોષ,
નહિ હોતે જિસ જીવકે, વીતરાગ સો હોય.
શ્વાસ — લોહીની ગતિપ્રમાણ સમય; કે જે એક મિનિટમાં ૮૦
વખતથી થોડા અંશ ઓછી ચાલે છે.
પહેલી ઢાળ ][ ૨૭