૪. અનાદિથી સંસારમાં પરિભ્રમણ, ભવનત્રિકમાં પેદા થવું અને
સ્વર્ગોમાં દુઃખનું કારણ બતાવો.
૫. અસુરકુમારોનું ગમન, સંપૂર્ણ જીવરાશિ, ગર્ભનિવાસનો
સમય, જુવાની, નરકનું આયુષ્ય, નિગોદવાસનો કાળ,
નિગોદિયાને ઇન્દ્રિયો, નિગોદિયાનું આયુષ્ય, નિગોદમાં એક
શ્વાસમાં જન્મ-મરણ અને શ્વાસનું પરિમાણ બતાવો.
૬. ત્રસપર્યાયની દુર્લભતા, ૧-૨-૩-૪-૫ ઇન્દ્રિય જીવો અને
શીતથી ગોળો ગળી જવાનું દ્રષ્ટાંત બતાવો.
૭. ખોટાં પરિણામથી પ્રાપ્ત થવા યોગ્ય ગતિ, ગ્રંથનિર્માણકર્તા,
જીવ-કર્મ સંબંધ, જીવોની ઇચ્છિત અને અનિચ્છિત વસ્તુ,
નમસ્કૃત વસ્તુ, નરકની નદી, નરકમાં જવાવાળા
અસુરકુમાર, નારકીનું શરીર, નિગોદિયાનું શરીર,
નિગોદમાંથી નીકળીને પ્રાપ્ત થતા પર્યાયો, નવ માસથી
ઓછો વખત ગર્ભમાં રહેવાવાળા, મિથ્યાત્વી વૈમાનિકના
ભવિષ્યપર્યાય, માતા-પિતા વગરનાં જીવ, સર્વથી વધારે
દુઃખનું સ્થાન, અને સંક્લેશ પરિણામોસહિત મરણ થવાથી
પ્રાપ્ત થવા યોગ્ય ગતિનું નામ કહો.
૮. અમુક શબ્દ, ચરણ અથવા છંદનો અર્થ અથવા ભાવાર્થ
કહો. પહેલી ઢાળનો સારાંશ કહો. ગતિઓનાં દુઃખ ઉપર
એક લેખ લખો અથવા કહી બતાવો.
✽
૩૦ ][ છ ઢાળા