Chha Dhala (Gujarati). Gatha: 3 (Dhal 2).

< Previous Page   Next Page >


Page 33 of 205
PDF/HTML Page 55 of 227

 

background image
અન્વયાર્થ(જીવાદિ) જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર,
નિર્જરા, અને મોક્ષ, (પ્રયોજનભૂત) મતલબના (તત્ત્વ) તત્ત્વ છે
(તિનમાંહિ) તેમાં (વિપર્યયત્વ) ઊંધી (સરધૈ) શ્રદ્ધા કરવી [તે
અગૃહીત મિથ્યાદર્શન છે.] (ચેતનકો) આત્માનું (રૂપ) સ્વરૂપ
(ઉપયોગ) દેખવું-જાણવું અથવા દર્શન-જ્ઞાન (હૈ) છે [અને તે]
(બિનમૂરત) અમૂર્તિક (ચિનમૂરત) ચૈતન્યમય [અને] (અનૂપ)
ઉપમારહિત છે.
ભાવાર્થયથાર્થપણે શુદ્ધાત્મદ્રષ્ટિ દ્વારા જીવ, અજીવ,
આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વની શ્રદ્ધા
કરવાથી સમ્યગ્દર્શન થાય છે. એટલા માટે આ સાત તત્ત્વો જાણવા
જરૂરના છે. સાતે તત્ત્વોનું વિપરીત શ્રદ્ધાન કરવું તેને અગૃહીત
મિથ્યાદર્શન કહે છે. જીવ જ્ઞાન-દર્શન ઉપયોગસ્વરૂપ અર્થાત
જ્ઞાતા-દ્રષ્ટા છે, અમૂર્તિક, ચૈતન્યમય અને ઉપમારહિત છે.
જીવતત્ત્વના વિષયમાં મિથ્યાત્વ (™ધાી શ્રદ્ધા)
પુદ્ગલ નભ ધર્મ અધર્મ કાલ, ઇનતૈં ન્યારી હૈ જીવ ચાલ;
તાકોં ન જાન વિપરીત માન, કરિ કરૈ દેહમેં નિજ પિછાન. ૩.
બીજી ઢાળ ][ ૩૩