રાગદ્વેષનો અભાવ [એટલે કે પોતાના અસલી સ્વભાવમાં
સમ્યગ્દર્શન] તે (આતમહિત) આત્માના હિતના (હેતુ) કારણ છે
(તે) તેને (આપકૂં) આત્માને (કષ્ટદાન) દુઃખના આપનાર (લખૈં)
માને છે.
મિથ્યાદ્રષ્ટિ જીવ તેને અનુકૂળ-પ્રતિકૂળ માનીને તેનાથી હું સુખી-
દુઃખી છું એવી કલ્પના વડે રાગ-દ્વેષ, આકુળતા કરે છે. ધન,
યોગ્ય સ્ત્રી, પુત્રાદિના સંયોગ થતાં રતિ કરે છે; રોગ, નિદ્રા,
નિર્ધનતા, પુત્રવિયોગ વગેરે થતાં અરતિ કરે છે; પુણ્ય-પાપ બન્ને
બંધનકર્તા છે, પણ તેમ નહિ માનીને પુણ્યને હિતકર માને છે;
તત્ત્વદ્રષ્ટિથી તો પુણ્ય-પાપ બંને અહિતકર જ છે, પરંતુ અજ્ઞાની
એવું નિર્ધારરૂપ માનતો નથી તે બંધતત્ત્વની ઊંધી શ્રદ્ધા છે.
જેટલો અભાવ તે વૈરાગ્ય છે, અને તે સુખના કારણરૂપ છે, છતાં
અજ્ઞાની જીવ તેને કષ્ટદાતા માને છે. આ સંવરતત્ત્વની વિપરીત
શ્રદ્ધા છે.
સ્વરૂપ છે.