શકતા નથી, છતાં અજ્ઞાની તેમ માનતો નથી. પરમાં કર્તૃત્વ,
મમત્વરૂપ મિથ્યાત્વ અને રાગ-દ્વેષાદિ શુભાશુભ આસ્રવ ભાવ તે
પ્રત્યક્ષ દુઃખ દેનારા છે, બંધના જ કારણ છે, છતાં તેને અજ્ઞાની
જીવ સુખકર જાણીને સેવે છે. વળી શુભભાવ પણ બંધનનું કારણ
છે, આસ્રવ છે, તેને હિતકર માને છે. પર દ્રવ્ય જીવને લાભ-
નુકસાન કરી શકે નહિ, છતાં તેને ઇષ્ટ-અનિષ્ટ માની તેમાં પ્રીતિ-
અપ્રીતિ કરે છે; મિથ્યાત્વ, રાગ-દ્વેષનું સ્વરૂપ ઓળખતો નથી, પર
પદાર્થ મને સુખ-દુઃખ આપે છે અથવા રાગ-દ્વેષ-મોહ કરાવે છે,
એમ માને છે, આ આસ્રવ તત્ત્વની ભૂલ છે.
આતમહિતહેતુ વિરાગ-જ્ઞાન, તે લખૈં આપકૂં કષ્ટદાન. ૬.
(ફલમંઝાર) ફળમાં (રતિ) પ્રેમ (કરૈ) કરે છે, [અને કર્મબંધના]