Chha Dhala (Gujarati).

< Previous Page   Next Page >


Page 36 of 205
PDF/HTML Page 58 of 227

 

background image
અન્વયાર્થ[મિથ્યાદ્રષ્ટિ જીવ] (તન) શરીરના (ઉપજત)
ઉત્પન્ન થવાની (અપની) પોતાનો આત્મા (ઉપજ) ઉત્પન્ન થયો
(જાન) એમ માને છે અને (તન) શરીરનાં (નશત) નાશ થવાથી
(આપકો) આત્માનો (નાશ) નાશ અથવા મરણ થયું એમ (માન)
માને છે (રાગાદિ) રાગ, દ્વેષ, મોહ વગેરે (પ્રગટ) સ્પષ્ટરૂપે
(દુઃખદૈન) દુઃખ આપવાવાળા છે (તિનહી કો) તેઓની (સેવત)
સેવા કરતો થકો (ચૈન) સુખ (ગિનત) માને છે.
ભાવાર્થ(૧) અજીવ તત્ત્વની ભૂલમિથ્યાદ્રષ્ટિ જીવ
એમ માને છે કે શરીરની ઉત્પત્તિ (સંયોગ) થતાં હું જન્મ્યો અને
શરીરનો નાશ (વિયોગ) થવાથી હું મરી જઈશ. (આત્માનું મરણ
માને છે.) ધન, શરીરાદિ જડ પદાર્થોમાં પરિવર્તન થતાં પોતાનામાં
ઇષ્ટ-અનિષ્ટ પરિવર્તન માનવું, શરીરની ઉષ્ણ અવસ્થા થતાં મને
તાવ આવ્યો, શરીરમાં ક્ષુધા, તૃષારૂપ અવસ્થા થતાં મને ક્ષુધા-
તૃષાદિ થાય છે, શરીર કપાતાં હું છેદાઈ ગયો ઇત્યાદિ જે
અજીવની અવસ્થાઓ છે, તેને પોતાની માને છે એ અજીવ
તત્ત્વની ભૂલ છે.
૩૬ ][ છ ઢાળા
આત્મા અમર છે; તે વિષ, અગ્નિ, શાસ્ત્ર, અસ્ત્ર કે બીજા કોઈથી મરતો નથી
કે નવો ઉત્પન્ન થતો નથી. મરણ (વિયોગ) તો માત્ર શરીરનું જ થાય છે.