મિથ્યાજ્ઞાનઃ – ગૃહીત (બાહ્ય કારણ પ્રાપ્ત); અગૃહીત (નિસર્ગજ).
મિથ્યાચારિત્રઃ — ગૃહીત અને અગૃહીત (નિસર્ગજ).
મહાદુઃખઃ — સ્વરૂપની અણસમજણ; મિથ્યાત્વ.
વિમાનવાસીઃ — કલ્પોપપન્ન અને કલ્પાતીત.
બીજી ઢાળનો લક્ષણ-સંગ્રહ
અનેકાન્તઃ — પ્રત્યેક વસ્તુમાં વસ્તુપણાની સિદ્ધિ (સાબિતી)
કરવાવાળી અસ્તિત્વ, નાસ્તિત્વ આદિ પરસ્પર
વિરુદ્ધ બે શક્તિઓનું એકસાથે પ્રકાશિત થવું તે
(આત્મા સદાય સ્વરૂપે છે-પરરૂપે નથી એવી જે
દ્રષ્ટિ તે અનેકાન્તદ્રષ્ટિ છે.)
અમૂર્તિકઃ — રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિનાની વસ્તુ.
આત્માઃ — જાણવું અને દેખવું અથવા જ્ઞાન-દર્શન શક્તિવાળી
વસ્તુને આત્મા કહેવામાં આવે છે; જે સદાય જાણે
અને જાણવારૂપે પરિણમે તેને જીવ અથવા આત્મા
કહે છે.
ઉપયોગઃ — જીવની જ્ઞાન-દર્શન અથવા જાણવા-દેખવાની
શક્તિનો વ્યાપાર.
એકાન્તવાદઃ — અનેક ધર્મોની સત્તાની અપેક્ષા નહિ કરતાં,
વસ્તુને એક જ રૂપથી નિરૂપણ કરવી.
બીજી ઢાળ ][ ૫૧