(પરદ્રવ્યનતૈં ભિન્ન) પરદ્રવ્યોથી ભિન્ન એવા (આપરૂપ મેં)
આત્મસ્વરૂપમાં (થિર) સ્થિરતાપૂર્વક (લીન રહે) લીન થવું તે
(સમ્યક્ચારિત) નિશ્ચય સમ્યક્ચારિત્ર (સોઈ) છે. (અબ) હવે
(વ્યવહાર મોખમગ) વ્યવહાર મોક્ષમાર્ગ (સુનિયે) સાંભળો [કે જે
વ્યવહાર મોક્ષમાર્ગ] (નિયતકો) નિશ્ચય મોક્ષમાર્ગનું (હેતુ)
નિમિત્તકારણ (હોઈ) છે.
આત્માને પર વસ્તુઓથી જુદો જાણવો (જ્ઞાન કરવું) તે નિશ્ચય
સમ્યગ્જ્ઞાન કહેવાય છે. તથા પરદ્રવ્યોનું આલંબન છોડીને
આત્મસ્વરૂપમાં એકાગ્રતાથી મગ્ન થવું તે નિશ્ચય સમ્યક્ચારિત્ર
(યથાર્થ આચરણ) કહેવાય છે. હવે આગળ વ્યવહારમોક્ષમાર્ગનું
કથન કહેવામાં આવે છે. કેમ કે નિશ્ચયમોક્ષમાર્ગ હોય ત્યારે
વ્યવહારમોક્ષમાર્ગ નિમિત્તમાં કેવો હોય તે જાણવું જોઈએ.
નિર્જર મોક્ષ કહે જિન તિનકો, જ્યોં કા ત્યોં સરધાનો;
હૈ સોઈ સમકિત વ્યવહારી, અબ ઇન રૂપ બખાનો,
તિનકો સુન સામાન્ય-વિશેષૈં, દિઢ પ્રતીત ઉર આનો. ૩.