નિર્જરા, (અરુ) અને (મોક્ષ) મોક્ષ, (તત્ત્વ) એ સાત તત્ત્વો, (કહે)
કહ્યાં છે; (તિનકોં) તે બધાને (જ્યોં કા ત્યોં) જેમ કહ્યાં છે તેમ
યથાર્થ (સરધાનો) શ્રદ્ધા કરો. (સોઈ) એવી રીતે શ્રદ્ધા કરવી તે
(વ્યવહારી) વ્યવહારથી સમ્યગ્દર્શન છે. હવે (ઇન રૂપ) એ સાત
તત્ત્વોને (સામાન્ય વિશેષૈં) સંક્ષેપથી અને વિસ્તારથી (સુન)
સાંભળીને (ઉર) મનમાં-ચિત્તમાં (દ્રિઢ) અટલ (પ્રતીત) શ્રદ્ધા
(આનો) કરવી જોઈએ.
નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય તેને વ્યવહારસમ્યગ્દર્શન પણ હોઈ શકે
નહિ, નિશ્ચય શ્રદ્ધાસહિત સાત તત્ત્વની વિકલ્પ-રાગ સહિતની
શ્રદ્ધાને વ્યવહારસમ્યગ્દર્શન કહેવામાં આવે છે.
પુરુષાર્થસિદ્ધ્યુપાય ગા. ૨૨) અહીં જે સાત તત્ત્વની શ્રદ્ધા કહી