Chha Dhala (Gujarati). Gatha: 4 (Dhal 3).

< Previous Page   Next Page >


Page 61 of 205
PDF/HTML Page 83 of 227

 

background image
છે તે ભેદરૂપ છેરાગસહિત છે; તેથી તે વ્યવહારસમ્યગ્દર્શન છે.
નિશ્ચયમોક્ષમાર્ગમાં કેવું નિમિત્ત હોય તે બતાવવા અહીં ત્રીજી
ગાથા કહી છે. પણ તેનો એવો અર્થ નથી કે નિશ્ચયસમકિત વિના
કોઈને પણ વ્યવહારસમકિત હોઈ શકે.
જીવના ભેદ, બહિરાત્મા અને ઉત્તમ અંતરાત્માનું લક્ષણ
બહિરાતમ, અંતર-આતમ, પરમાતમ, જીવ ત્રિધા હૈ,
દેહ-જીવકો એક ગિનેં બહિરાતમ તત્ત્વમુધા હૈ;
ઉત્તમ મધ્યમ જઘન ત્રિવિધકે અન્તર-આતમ જ્ઞાની,
દ્વિવિધ સંગ બિન શુધ-ઉપયોગી, મુનિ ઉત્તમ નિજધ્યાની.
૪.
અન્વયાર્થ(બહિરાતમ) બહિરાત્મા, (અન્તર-આતમ)
અન્તરાત્મા [અને] (પરમાતમ) પરમાત્મા [એ પ્રકારે] (જીવ)
જીવ (ત્રિધા) ત્રણ પ્રકારના (હૈ) છે, (તેમાં) (દેહ જીવકો) શરીર
અને આત્માને (એક ગિનૈ) એક માને છે (સો) તે (બહિરાતમ)
બહિરાત્મા છે [અને તે બહિરાત્મા] (તત્ત્વમુધા) સાચાં તત્ત્વોનો
અજાણ અર્થાત
્ મિથ્યાદ્રષ્ટિ છે. (આતમજ્ઞાની) આત્માને
પરવસ્તુઓથી જુદો જાણી યથાર્થ નિશ્ચય કરવાવાળો (અન્તર-
આતમ) અન્તરાત્મા [કહેવાય છે, તે] (ઉત્તમ) ઉત્તમ (મધ્યમ)
મધ્યમ અને (જઘન) જઘન્ય એમ (ત્રિવિધ) ત્રણ પ્રકારના છે,
[તેમાં] (દ્વિવિધ) અંતરંગ અને બહિરંગ એ બે પ્રકારનાં
(સંગ બિન) પરિગ્રહ રહિત (શુધ-ઉપયોગી) શુદ્ધ-ઉપયોગી
(નિજધ્યાની) આત્મધ્યાની (મુનિ) દિગમ્બર મુનિ (ઉત્તમ) ઉત્તમ
અન્તરાત્મા છે.
ત્રીજી ઢાળ ][ ૬૧