અને આત્માને એક માને તેને બહિરાત્મા કહે છે, તેને અવિવેકી
અથવા મિથ્યાદ્રષ્ટિ પણ કહે છે. જે શરીર અને આત્માને પોતાના
ભેદવિજ્ઞાનથી જુદા જુદા માને છે તે અંતરાત્મા અર્થાત
અંતરંગ અને બહિરંગ એ બન્ને પ્રકારના પરિગ્રહથી રહિત
સાતમાથી બારમા ગુણસ્થાનમાં વર્તતા શુદ્ધઉપયોગી અને
આત્મધ્યાની દિગમ્બર મુનિ ઉત્તમ અંતરાત્મા છે.