જઘન કહે અવિરત સમદ્રષ્ટિ, તીનોં શિવમગચારી;
સકલ નિકલ પરમાતમ દ્વૈવિધ, તિનમેં ઘાતિનિવારી,
શ્રી અરિહન્ત સકલ પરમાતમ, લોકાલોક નિહારી.
મધ્યમ અંતરાત્મા છે તથા (દેશવ્રતી) બે કષાયના અભાવ સહિત
એવા પંચમ ગુણસ્થાનવર્તી સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક (મધ્યમ) મધ્યમ
(અંતર-આતમ) અંતરાત્મા (હૈ) છે અને (અવિરત) વ્રત રહિત
(સમદ્રષ્ટિ) સમ્યગ્દ્રષ્ટિ જીવ (જઘન) જઘન્ય અંતરાત્મા (કહે)
કહેવાય છે. (તીનોં) એ ત્રણે (શિવમગચારી) મોક્ષમાર્ગ પર
ચાલવાવાળા છે. (સકલ નિકલ) સકલ અને નિકલના ભેદથી
(પરમાતમ) પરમાત્મા (દ્વૈવિધ) બે પ્રકારના છે, (તિનમેં) તેમાં
(ઘાતિ) ચાર ઘાતિકર્મોને (નિવારી) નાશ કરવાવાળા (લોકાલોક)
લોક અને અલોકને (નિહારી) જાણવા-દેખવાવાળા (શ્રી અરિહંત)
અરિહંત પરમેષ્ઠી (સકલ) શરીરસહિત (પરમાત્મા) પરમાત્મા છે.
તો એ શુદ્ધોપયોગ વડે પોતે પોતાને અનુભવે છે, કોઈને ઇષ્ટ-
અનિષ્ટ માની રાગ-દ્વેષ કરતા નથી, હિંસાદિરૂપ અશુભોપયોગનું
તો અસ્તિત્વ જ જેને રહ્યું નથી એવી અંતરંગદશા સહિત બાહ્ય