Chha Dhala (Gujarati).

< Previous Page   Next Page >


Page 64 of 205
PDF/HTML Page 86 of 227

 

background image
દિગમ્બર સૌમ્યમુદ્રાધારી થયા છે, અને છઠ્ઠા પ્રમત્તસંયત
ગુણસ્થાનકના કાળે ૨૮ મૂળગુણને અખંડિત પાળે છે, તેઓ તથા
જે અનંતાનુબંધી તથા અપ્રત્યાખ્યાનીય બે કષાયના અભાવ સહિત
સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક છે તે મધ્યમઅંતરાત્મા છે. અર્થાત
્ છઠ્ઠા અને
પાંચમા ગુણસ્થાનવર્તી જીવ મધ્યમ અંતરાત્મા છે.
૨. સમ્યગ્દર્શન વિના કદી ધર્મની શરૂઆત થતી નથી.
જેને નિશ્ચયસમ્યગ્દર્શન નથી તે જીવ બહિરાત્મા છે. ૩.
પરમાત્મા બે પ્રકારે છેઃ
સકલ અને નિકલ (૧) શ્રી
અરિહંત પરમાત્મા સકલ (શરીર સહિત) પરમાત્મા છે. (૨)
સિદ્ધ પરમાત્મા તે નિકલ (અશરીરી) પરમાત્મા છે. તેઓ બન્ને
સર્વજ્ઞ હોવાથી લોક અને અલોક સહિત સર્વ પદાર્થોનું
ત્રિકાળવર્તી સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં યુગપત
્ (એકસાથે)
જાણનારા-દેખનારા સર્વના જ્ઞાતા-દ્રષ્ટા છે, તે ઉપરથી નક્કી
થાય છે કે
જેમ સર્વજ્ઞનું જ્ઞાન વ્યવસ્થિત છે તેમ તેના
જ્ઞાનના જ્ઞેયોસર્વ દ્રવ્યોછએ દ્રવ્યોની ત્રણ કાળની ક્રમબદ્ધ
પર્યાયો નિશ્ચિત-વ્યવસ્થિત છે, અને કોઈ પર્યાય આડીઅવળી
થતી નથી, એમ સમ્યગ્દ્રષ્ટિ જીવ માને છે, તથા એવી માન્યતા
सावयगुणेहिं जुत्ता, पमत्तविरदा य मज्झिमा होंति
श्रावकगुणैस्तु युक्ताः प्रमत्तविरताश्च मध्यमाः भवन्ति
અર્થશ્રાવકના ગુણોથી યુક્ત અને પ્રમત્તવિરત મુનિ મધ્યમ
અન્તરાત્મા છે.[સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા ગાથા ૧૯૬]
૧.=સહિત, કલ=શરીર, સકલ એટલે શરીર સહિત.
૨.નિ=રહિત, કલ=શરીર, નિકલ એટલે શરીર રહિત.
૬૪ ][ છ ઢાળા