Chha Dhala (Gujarati). Gatha: 7 (Dhal 3).

< Previous Page   Next Page >


Page 66 of 205
PDF/HTML Page 88 of 227

 

background image
દ્રવ્ય-ભાવ-નોકર્મ રહિત, નિર્દોષ અને પૂજ્ય સિદ્ધ પરમેષ્ઠી
‘નિકલ’ પરમાત્મા કહેવાય છે. તે અક્ષય અનંત કાલ સુધી
અનંત સુખનો અનુભવ કર્યા કરે છે. આ ત્રણમાં બહિરાત્માપણું
મિથ્યાત્વ સહિત હોવાથી હેય (છોડવા લાયક) છે, તેથી
આત્મહિતેચ્છુએ તેને છોડીને અન્તરાત્મા (સમ્યગ્દ્રષ્ટિ) બનીને
પરમાત્માપણું પ્રાપ્ત કરવું જોઈએ, કારણ કે તેથી હંમેશાં સંપૂર્ણ
અને અનંત આનંદ (મોક્ષ)ની પ્રાપ્તિ થાય છે.
અજીવ, પુદ્ગલ, ધાર્મ, અધાર્મ દ્રવ્યનું લક્ષણ અને ભેદ
ચેતનતા બિન સો અજીવ હૈ, પંચ ભેદ તાકે હૈં,
પુદ્ગલ પંચ વરન-રસ, ગંધ-દો, ફરસ વસુ જાકે હૈં;
જિય-પુદ્ગલકો ચલન-સહાઈ, ધર્મદ્રવ્ય અનરૂપી,
તિષ્ઠત હોય અધર્મ સહાઈ, જિન બિન-મૂર્તિ નિરૂપી. ૭.
અન્વયાર્થજે (ચેતનતા બિન) ચેતના રહિત છે (સો)
તે (અજીવ) અજીવ છે; (તાકે) તે અજીવના (પંચભેદ) પાંચ
ભેદ છે (જાકે પંચ વરન-રસ) જેના પાંચ વર્ણ અને પાંચ
રસ, (ગંધ-દો) બે ગંધ અને (વસુ) આઠ (ફરસ) સ્પર્શ (હૈં)
હોય છે તે પુદ્ગલ દ્રવ્ય છે. જીવને [અને] (પુદ્ગલકો)
પુદ્ગલને (ચલન સહાઈ) ચાલવામાં નિમિત્ત [અને]
(અનરૂપી) અમૂર્તિક છે તે (ધર્મ) ધર્મ દ્રવ્ય છે તથા (તિષ્ઠત)
ગતિપૂર્વક સ્થિતિ પરિણામને પ્રાપ્ત [જીવ અને પુદ્ગલને]
(સહાઈ) નિમિત્ત (હોય) હોય છે તે (અધર્મ) અધર્મ દ્રવ્ય છે.
(જિન) જિનેન્દ્ર ભગવાને આ અધર્મ દ્રવ્યને (બિન-મૂર્તિ)
૬૬ ][ છ ઢાળા