અજીવના પાંચ ભેદ છે
પુદ્ગલદ્રવ્ય કહે છે. જે સ્વયં ચાલે છે એવા જીવ અને
પુદ્ગલને ચાલવામાં નિમિત્તકારણ હોય છે તે ધર્મદ્રવ્ય છે અને
સ્વયં (પોતાની મેળે) ગતિપૂર્વક સ્થિર રહેલાં જીવ અને
પુદ્ગલને સ્થિર રહેવામાં જે નિમિત્તકારણ છે તે અધર્મદ્રવ્ય છે.
જિનેન્દ્ર ભગવાને આ ધર્મ, અધર્મ દ્રવ્યને તથા હવે પછી
કહેવામાં આવશે તે આકાશ અને કાળ દ્રવ્યને અમૂર્તિક
(ઇન્દ્રિય અગોચર) કહ્યાં છે. ૭.
નિયત વર્તના, નિશિ-દિન સો, વ્યવહારકાલ પરિમાનો;
યોં અજીવ, અબ આસ્રવ સુનિયે, મન-વચ-કાય ત્રિયોગા,
મિથ્યા અવિરત અરુ કષાય, પરમાદ સહિત ઉપયોગા.
છ દ્રવ્યોમાં આવતા તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય નામનાં
બે અજીવ દ્રવ્યો જાણવાં.